ગોધરાના રહેમતનગર વિસ્તારમાં નવી રોજી હોટલ સામે આવેલા રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂ. 2.15 લાખની ચોરી કરી છે. ફરિયાદી જુનેદ ઉસ્માન યાયમનના જણાવ્યા મુજબ, 5 સપ્ટેમ્બરની સાંજે થી રાત્રે 10.30 વાગ્યાની વચ્ચે તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. તિજોરીઓના લોક તોડી અંદરના રૂપિયા, ગલ્લા, ગિફ્ટમાં મળેલી ઘડિયાળ અને તેમની માતાના આભૂષણો મળી કુલ રૂ. 2.15 લાખની મત્તા ચોરી કરી હતી. ઘટના અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી