ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર માં એસબીઆઇના ગ્રાહક સેવા કેન્દ્રના એજન્ટ શાહરૂખ મિયા મલે કે ગ્રાહકો પાસેથી એફડી અને બેંક ખાતામાં જમા કરાવવાના નામે પૈસા લીધા પરંતુ આ રકમ બેંકમાં જમા કરાવવાના બદલે તેણે ગ્રાહકોને બનાવતી એફડી ની રસીદો આપી પાસબુકમાં પણ ખોટી એન્ટ્રીઓ કરી હતી સમગ્ર મામલો ઉજાગર થતા ડાકોર પોલીસમાં ખાતે કંપનીના વાઈસ પ્રિસિડેન્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.