શહેરના PDMફાટકના ફાટકમેનની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે પીડીએમ ફાટક-મેન ફાટક બંધ કર્યા વગર જ સુઈ ગયો હતો. થોડીવાર બાદ ટ્રેનનો સમય થતા ચાલુ ફાટકે જ ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ઉપરાંત ફાટકમેનની આવીઘોર બેદરકારી બદલ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરાઇ છે.