રાજકોટ: શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા માટે ગ્રાહકો પર દબાણ કરવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારને છેલ્લા 24 કલાકથી વીજળી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ નકુમના ઘરે ગત રાત્રિથી વીજળી નહોતી. તેમણે PGVCLમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે તેમણે જણાવ્યું હતું કે, "સાહેબની સૂચના છે