શહેરમાં હેલ્મેટના કાયદાને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરના રેસકોર્ષ પાસે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થયાનું પણ સામે આવ્યું છે.ત્યારે આ ઘર્ષણ ઉગ્ર રૂપ ધારણ કરે તે પહેલા આ કાયદો નાબૂદ કરવામાં આવે તેવી માંગણી વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.