સુમરા તરઘડી ગામના 25 વર્ષીય આરીફ કાસમભાઈ ખીરા પર હુમલો થયો છે. હારૂન ઉમર ખીરા, કાદર હારુન ખીરા અને આસિફ હારુન ખીરા નામના ત્રણ શખ્સોએ આરીફના ઘર પાસેના બગીચા બાબતે વિવાદ કર્યો હતો. આરોપીઓએ બગીચો કાઢી નાખવા અને ત્યાં વાડો બનાવવાની માગણી કરી હતી. આરીફે ના પાડતા આરોપીઓએ કુહાડા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.