પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા શહેરની પદ્મનાથ કેનાલમાં દશામાની મૂર્તિ ન પધરાવા માટે લોકોને ખાસ અપીલ કરી હતી પરંતુ દશામા વ્રતના છેલ્લા દિવસે કેનાલમાં જ પધરામણા કરવામાં આવતા કોંગ્રેસ કોર્પોરેટર ભરત ભાટિયાએ રોષ વ્યક્ત કરી નગરપાલિકા દ્વારા મૂર્તિ પધરાવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ના કરી હોવાના કારણે લોકોએ કેનાલમાં મૂર્તિઓ પધરાવી પડી હોવાનું જણાવ્યું હતું.