સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ધોળીધજા ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કેનાલ હાઈ લેવલ પર વહી રહી છે. ત્યારે ઢાંકી થી સુરેન્દ્રનગર આવતી નર્મદા કેનાલમાં પણ પાણીની આવક વધતા ધોળીધજા ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક થઈ હતી.