રાજુલા તાલુકા આરોગ્ય કચેરીના આરોગ્ય કેન્દ્રોએ આ વર્ષની થીમ “હું જે છોકરી છુ, હું જે પરિવર્તનનું નેતૃત્વ કરું છું” અંતર્ગત બાલિકાઓમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો યોજ્યા. જનજાગૃતિ રેલી, આરોગ્ય શિક્ષણ, કાયદાની સમજણ અને તેમના અધિકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.પંડુરોગ, પોષણયુક્ત આહાર, રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અને કન્યા કેળવણી દ્વારા બાલિકાઓમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.