ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપના આગરવાનો કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માગણી ઉઠાવવામાં આવી છે.ચૈતર વસાવા છેલ્લા 50 દિવસથી વધુ સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે.