રાજકોટ શહેર નજીક આવેલા નવાગામમાં એક ખેતરમાંથી 12 ફૂટ લાંબો અજગર મળી આવતા લોકોમાં કુતૂહલ અને ભય ફેલાયો હતો. આ અંગે ગામના સરપંચે તાત્કાલિક વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ, નવાગામના સરપંચે ખેતરમાં અજગર જોતા તુરંત રાજકોટ વનવિભાગની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી.