, આણંદ જીલ્લા પંચાયત ની આજે સામાન્ય સભા યોજાઇ હતી.જેમા એજન્ડા માં સમાવિષ્ટ ૧૭ અને બે અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરેલ કુલ ૧૯ કામને બહુમતી થી મંજૂર કરવામાં આવ્યા હતા.જે પૈકી કરમસદ આણંદ મહાપાલિકા માં ચાર ગ્રામ્ય વિસ્તાર મોગરી, ગામડી, જીટોડીયા તથા લાંભવેલ ના સમાવેશ થતાં આ વિસ્તારમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તે ની ૨૧ પ્રાથમિક શાળા તથા દસ આરોગ્ય સબ સેન્ટર નો મનપા માં સમાવેશ ને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.