દેવાળા ગામના સહકારી આગેવાનની પત્ની વિરુદ્ધ મામલતદારે ફરિયાદ આપતા ચકચાર.નિઝર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ નિઝર મામલતદાર દ્વારા નિઝર તાલુકાના દેવાળા ગામના જ્યોતિ યોગેશ રાજપૂત વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે.જેમાં ખોટું પેઢીનામું બનાવી જમીનમાં નામ દાખલ કરવામાં આવતા ઠગાઈ નો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ રાજપૂત નિઝરના apmc ના ચેરમેન યોગેશ રાજપુત પત્ની હોવાનુ જાણવા મળ્યું.