ભરૂચ જિલ્લાના પાલેજ સબ સ્ટેશનમાંથી એલ્યુમિનિયમ કંડકટર વાયર ચોરી કેસનો નાસતો ફરતો આરોપી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી ઈરફાન યાકુબ બકકર ઉર્ફે લાલો કેસરી સર્કલ નજીક જોવા મળ્યો હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર પહોંચી કોર્ડન કરી તેને કાબુમાં લીધો. તપાસમાં સામે આવ્યું કે તે પાલેજ જેટકો સબ સ્ટેશનમાંથી વાયર ચોરી કેસમાં સંડોવાયેલો હતો અને લાંબા સમયથી ફરાર હતો. પોલીસે આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.