પોશીના તાલુકાના ખરણીયા ગામેથી 11 સપ્ટેમ્બર ના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ પોતાની ઈકો લઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયા હતા. ત્યારે અજાણ્યો શખ્સ મોબાઈલ ચોરી કરીને લઈ જતા મોબાઇલ માલિકે ખોવાયેલ મોબાઈલ ની તપાસ કરતા મળી ન આવતા ખેરોજ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.