ચાલુ વર્ષમાં મહુધા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ 2025 અંતર્ગત ભગવાન શ્રી ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે તેમજ સવાર સાંજ ગણપતિજીની મહુધા પોલીસ પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે આ ઉપરાંત તાજેતરમાં ભારતીય સેનાએ પાર પાડેલ ઓપરેશન સિંદૂર અંતર્ગત ની થીમ તૈયાર કરવામાં આવી છે તે ઉપરાંત હાલમાં વધતા જતા રોડ અકસ્માત તેમજ સાબર ક્રાઇમ અવેરનેશ ના પોસ્ટરો સાથે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામો નું પ્રદર્શન કરવામાં આવેલ છે.