ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે મળતી માહિતી અનુસાર યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરાતા પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.