લુણેજ દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણીમાં એક પક્ષીય પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે.હરીફ પક્ષના એક પણ સભ્યોએ ઉમેદવારી નોંધાવી ન હતી.પ્રથમવાર શરૂઆતથી જ વિવાદમાં રહેલી લુણેજ દૂધમંડળીની ચૂંટણી ડેરીમાં નહીં પરંતુ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં લડાઇ હોય તેમ લાગ્યુ છે.અંતે અરજદારોની ફૌજ તરફના 11 સભ્યો બિનહરીફ વિજેતા જાહેર કરતા જ ફુલહારવિધિ કરવામાં આવી હતી.તેમજ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પણ કરાઈ હતી.