નડિયાદમાં ખુલ્લેઆમ દાદાગીરી કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. કમળા ચોકડી વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દુકાનદારને માર મારવામાં આવ્યો હતો જે બાદ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે પાંચ ઈસમો ની અટકાયત કરી છે આ તમામને ઝડપી પોલીસે સ્થળ પર લઈ જઈ અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતુ.