સોનગઢ તાલુકાના હિંદલા ગામના વિધાર્થી સાથે રેલવેમાં નોકરી બાબતે 70 હજારની છેતરપિંડી થઈ.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ હિંદલા ગામના વિધાર્થી અમિત દુબે દ્વારા ઈન્સ્ટાગ્રામ માં આવેલ રેલવે ની જાહેરાત જોઈ ડોક્યુમેન્ટ મોકલતા અલગ અલગ અજાણ્યા ઈસમોએ મોબાઈલ નંબર પરથી કોલ કરી તમને નજીકના રેલ્વે સ્ટેશન માં નોકરી મળી એમ કહી ઓનલાઈન 70 હજારની છેતરપિંડી કરતા ફરિયાદી દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપતા કાર્યવાહી હાથ ધરાઈ છે.