કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા કુતિયાણા નાગરિકોના પ્રશ્નોને લઈને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500થી પણ વધુ લોકોએ હાજરી આપી હતી અને પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમજ રબારી સમાજ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી અને કાંધલભાઈ જાડેજા દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.