વ્યારા શહેરના કૃત્રિમ તળાવ સહિતની નદીમાં પાંચમાં દિવસે નાની મોટી ગણેશ પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું.તાપી જિલ્લાના વ્યારા શહેર અને જિલ્લાના ગણેશ ભક્તો દ્વારા આસ્થા મુજબ પાંચમાં દિવસે ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કર્યું હતું.જેમાં બાપ્પાને વાજતે ગાજતે ભાવભરી વિદાય આપવામાં આવી હતી.જેમાં વ્યારા શહેરના કૃત્રિમ તળાવ સહિતના વિસ્તારમાં ગણેશજીની નાની મોટી પ્રતિમા રવિવારે 5 કલાક સુધીમાં વિસર્જિત કરાઈ હતી.