સુરેન્દ્રનગર જીલ્લામાં ઓગસ્ટ માસ દરમીયાન રોગચાળો ફેલાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.જિલ્લામાં ઑગસ્ટ માસમાં 878 શરદી ઉધરસ, 396 ઝાડા ઉલ્ટી અને કમળાના 15 કેસ નોંધાયા હતા. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગવાળાને અટકાવવા માટે 20 વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.