ખેરોજ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા 8 વાગ્યા ની આસપાસ એક પરિવાર પોતાના ગામ દેડકા ખાતે હતા.ત્યારે તેમના દિયર સાથે અન્ય માણસો તેમના ઘરે આવી પરિવાર ને કહેતા હતા કે તમે અમારા કુટુંબ ઉપર મેલી વિદ્યા કરી છે.તેથી મારા દીકરા-દીકરી ના લગ્ન થતા નથી. એમ જેમતેમ બોલી મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ફરિયાદીએ તેમના દિયર સહિત કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.