બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા રોડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર ના મળ્યું હોવાની અનેકવાર રજૂઆતો બાદ હવે ફરી એકવાર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો એકત્ર થઈ મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપશે તેવી પ્રતિક્રિયા આજે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલની શનિવારે સાંજે 5:30 કલાક આસપાસ સામે આવી છે.