રાષ્ટ્રીય હિન્દુ પરિવાર દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે, આગામી નવરાત્રીના તહેવારો દરમિયાન બિન હિન્દુ લોકોને નવરાત્રીના આયોજન દરમિયાન પ્રવેશ ન આપવામાં આવે તેમાજ અન્ય વિવિધ માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.