આ વખતે અમૂલની ચૂંટણીમાં ઉમેદવારી ચકાસણી દરમિયાન અમૂલમાં પરિવારમાંથી કોઇ નોકરી કરતાં હોય તેવા મહેમદાવાદ, વિરપુર, આણંદ અને કપડવંજ સહિત છ બેઠકો પર ઉમેદવારી પત્ર રદ કર્યા હતા. જે બાબતે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાઇ હતી. હોઇકોર્ટના જજએ તમામ રજૂઆતોને ધ્યાને લઇને વર્ષોથી અમૂલ પુત્ર કે પરિવારના સભ્યો નોકરી કરતાં હોય તેવા ઉમેદવારના ફોર્મ રદ ના થઇ શકે તેમ કહીને આણંદ અને કપડવંજ બેઠક પર ફોર્મ માન્ય રાખ્યું હતું