ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં નાસતા ફરતા આરોપી મોહસીન મોહમદ યુસુફ મિચલની ધરપકડ કરવામાં આવી છે. એએસઆઈ નરેન્દ્રસિંહ અને ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસ દ્વારા મળેલી બાતમી આધારે કેપ્સ્યુલ પ્લોટ, કોઠી સ્ટીલ પાસે તપાસ કરી હતી. ત્યાંથી આરોપી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી માટે બી ડિવીઝન પોલીસના હવાલે સોંપાયો. આ સફળતાથી ગોધરા પોલીસ તંત્રને વધુ બળ મળ્યું છે