સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં ગાદીના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના 59 માં જન્મદિવસ નિમિત્તે નિજ મંદિરમાં રાજોપચાર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલ ગઢડા જુનાગઢ અને ધોલેરા દેશના સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ ધામ આયોજિત શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ ભાવવંદના પર્વ તરીકે ઉજવાયો હતો