જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતા ધીરજભાઈ ઉપસરપંચ તેમજ ગામના અન્ય બે વ્યક્તિઓ ગામમાં ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરેલું હોવાથી તેના પાંડલમાં બેઠા હતા.દરમિયાન ગામના સરપંચ અને તેના મળતીયાઓ લોખંડના પાઇપ અને લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દીધો હતો, જેમાં ત્રણેયને ઈજા પહોંચી હતી.