ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ભાચાં કાંધી રોડ પર વ્હેલી સવારે 4 કલાકે નર સિંહની એન્ટ્રી જોવા મળી હતી.રોડ ની સાઇડ પરના ભૂવામાં ભરાયેલા વરસાદી પાણીથી સિંહ તરસ છુપાવતો જોવા મળ્યો હતો.ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારિએ મોબાઇલ કેમેરામાં વિડિઓ કેદ કર્યા હતા.સિંહ પાણીની પ્યાસ બુઝાવ્યા બાદ ગામડાના પ્લોટ વિસ્તાર તરફ ઘૂસ્યો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.