લીલીયા મોટા ખાતે ખેડૂતોને ખાતર મળવામાં પડતી અગવડતાઓ અંગે સહકારી અગ્રણીઓ તથા એગ્રો દવા વિક્રેતાઓની બેઠક મળી. ખેડૂતોને હાલ ૨૦ થેલી સામે માત્ર ૫ થેલી ખાતર મળતું હોવાનું તેમજ વિતરણ વ્યવસ્થામાં ખામીઓ અંગે ચર્ચા થઈ. સરકાર ખાતર વિતરણમાં સુધારો કરે તેવી માંગણી કરવામાં આવી.