દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઇ સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ ખામીઓ રહી છે ત્યારબાદ સરકારે 8 સપ્ટેમ્બર સુધીમાં જે રજિસ્ટ્રેશન થયા છે તેવા ખેડૂતોના સેટેલાઈટ ગ્રુપ સર્વે દ્વારા ઇમેજ લેવામાં આવતા દ્વારકા જિલ્લામાં લગભગ 2500 થી 3000 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે કે તમારા ખેતરોમાં મગફળી વાવેલી જ નથી ત્યારે આ મુદ્દે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.