નવી સિવિલ હોસ્પિટલમાં વિઘ્નહર્તા ની સ્થાપના કરવામાં આવી.ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એસોસિયેશનના પ્રમુખ ઇકબાલ કડીવાળા એ દુંદાળા દેવની સ્થાપના અને આરતી ઉતારી કોમી એકતાનો દાખલો પૂરો પાડ્યો હતો.ધર્મ કોઈ પણ હોય પરંતુ દરેક સમાજના લોકો ભારતમાં એકતા અને અખંડદીતતા જોડે દરેક ત્યોહાર મનાવે છે.જેનો દાખલો સુરત નવી સિવિલ હોસ્પીટલમાં જોવા મળ્યો છે.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપતી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.