નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં મતગણતરી થશે અને સ્ટ્રોંગ રૂમ પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. 14 ગ્રામ પંચાયતો ની ચૂંટણી તેમજ એક ગ્રામ પંચાયત ની સરપંચ ની પેટા ચૂંટણી યોજાઈ હતી. બે ગ્રામ પંચાયતો બિન હરીફ થઈ હતી. જ્યારે 12 ગ્રામ પંચાયત અને એક ગ્રામ પંચાયત ના સરપંચ ની પેટા ચૂંટણી નું મતદાન થયા બાદ તમામ મતપેટીઓ તાલુકા સેવાસદન માં સ્ટ્રોંગ રૂમ માં મૂકવામાં આવેલ છે. ચાર રૂમો માં અલગ અલગ ગ્રામ પંચાયતો ની મતગણતરી થશે તમામ વ્યવસ્થાઓ ઉભી કરી દેવામાં આવી છે.