પલસાણા તાલુકાના કરણ ગામેથી પસાર થતો એક ટેમ્પો નંબર GJ 15 AX 9754 કડોદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે ધીમી ગતિએ વાહનો ચાલવા છતાં ખાડા બચાવવા માટે આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા ટેમ્પો ટ્રકની પાછળ ભટકાતા ટેમ્પામાં સવાર ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમ હાઇવે ઓથોરિટીની નિષ્કાળજીને કારણે લોકોનો સમય ઇંધણનો તો બગાડ થાય છે પરંતુ સાથે સાથે લોકોના જીવને પણ જોખમ વધી ગયું છે.