પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પાટણના કાર્યકર્તાઓએ અસરગ્રસ્તોની મદદ માટે પહેલ કરી છે.સંઘના કાર્યકર્તાઓએ પાટણ શહેરની વિવિધ સોસાયટીઓમાં રહેતા પરિવારોને સુખડી અને થેપલા બનાવવાની અપીલ કરી. આ અપીલને મળેલા પ્રચંડ પ્રતિસાદમાં મોડી રાત્રે પણ પરિવારોની માતાઓએ રસોડામાં કામે લાગી ગઈ.માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં 7,000થી વધુ ફૂડ કિટ તૈયાર કરાયા હતા