લીલીયા તાલુકામાં અતિવૃષ્ટિ 2024 દરમ્યાન થયેલ નુકસાની બાદ સહાય પેકેજમાં અમુક ગામોને બાકાત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે લીલીયા મોટા સરપંચ એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં સરપંચો અને ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરી. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.