છોટાઉદેપુર ના મધ્ય ગુજરાત વીજ કંપની ની લાલિયા વાડી બહાર આવી છે. છોટાઉદેપુરના પધારવાંટ ગામમાં ગત રવિવારથી વીજળી ગુલ થતાં રીપેર કરવા અરજી આપી હતી.અરજી આપ્યે 6 દિવસ બાદ પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ફરક્યા જ નથી. અંધારું ઉલેચતા ગ્રામજનોને મચ્છરો કરડતા જાતે રીપેરીંગ કરવા લાગ્યા હતા.