છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઉમેશભાઈ રાઠવાના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જોશ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. યુવાનોની રમતગમત ક્ષેત્રે રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને તેમનામાં સ્વસ્થ સ્પર્ધા,ટીમ વર્ક અને શારીરિક તંદુરસ્તીનો વિકાસ થાય તે હેતુથી પ્રો કબડ્ડી સીઝન વનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.