ગોધરા તાલુકાના વેલવડ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન દુઃખદ બનાવ બન્યો હતો. નવાધરોના નટવરસિંહ પરમારના વેવાઈ અજયકુમાર ભેરુલાલ પટેલ 6 સપ્ટેમ્બરે વિસર્જન માટે ગામના તળાવ પર ગયા હતા. વિસર્જન દરમિયાન પગ લપસતા તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને ડૂબી જવાને કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું. આ બનાવ અંગે કાંકણપૂર પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.