વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે 05:30 વાગે નોંધાયેલી ફરિયાદ અનુસાર મોગરી ખાતે રહેતા પંકજભાઈ રાજાઇ નામના યુવકે અલગ અલગ લોકો પાસેથી ધંધાની જરૂરિયાત માટે વ્યાજે પૈસા લીધેલા હોય જે મૂડીનું વ્યાજ મૂડી કરતાં પણ વધારે ચૂકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા ફરિયાદી તથા તેમની પત્નીના કોરા ચેકો તેમજ પ્રોમિસરી નોટમાં સહી કરાવી લેતા તેમજ ફરિયાદી જો પૈસા પરત ન કરે તો માર મારવાની ધમકી આપવામાં આવી જે અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી