યુનિવર્સીટી ગેટ પાસે વિદ્યાર્થીઓ ના વિરોધ પ્રદર્શન દરમિયાન 10-15 જેટલા વિદ્યાર્થી આગેવાનો રોડ પર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જે દરમિયાન NSUIના આગેવાનો અભિજીતસિંહ ચુડાસમા, હર્ષરાજસિંહ જાડેજા અને લક્કીરાજસિંહ ચુડાસમાએ પોલીસ સ્ટાફ સાથે ધક્કામુક્કી કરી. દરમિયાન મહિલા PSI નિકેતાબેન ડાભીને ધક્કો મારતા તેઓ રોડ પર પટકાયા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેયને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી