માંગરોળ તાલુકાના વાંકલ ગામની ખેડૂત સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં અતિશય વરસાદથી નુકસાન ગ્રસ્ત થયેલા ખેડૂતોને સરકારી સહાય આપવા માંગ થઈ હતી? ચાલુ વર્ષે અતિશય વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વાંકલ વિભાગ મોટા કદની ખેડૂત સેવા સહકારી મંડળીની 51 ની વાર્ષિક સાધારણ સભામાં 25 ગામના ખેડૂતોએ નુકસાન ગ્રસ્ત ખેડૂતોને સરકારી સહાય મળે તે માટે સામૂહિક ઠરાવ કરી રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્ય સમક્ષ સહાય વળતરની માંગ કરી છે