6 સપ્ટેમ્બર ના રોજ સાંજે કડી તાલુકાના વડાવી ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા એક જન અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ MLA બળદેવજી ઠાકોર,બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોર,પાટણના પૂર્વ MLA ચંદનજી અને બેચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત કડી તાલુકા કોંગ્રેસ ના નવા તરીકે કડી તાલુકાના વડાવી ગામના અને પાયાના કાર્યકર્તા ઠાકોર લક્ષ્મણજી ની નિમણૂંક કરવામાં આવી હતી.