અમૂલ મીઠા સહકારી મંડળીની આજે મહત્વની જાહેરાત થઇ છે.સરહદ ડેરીના નેજા હેઠળ નવી શ્વેત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે.મીઠું પકવનાર અગરિયાઓ માટે એક વૈશ્વિક માધ્યમ ઊભો થશે.વૈશ્વિક સ્તરે મીઠાનું માર્કેટિંગ કરવાની જવાબદારી અમૂલ ફેડરેશન લેશે.જે અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલએ રવિવારે બપોરે 2 વાગે માહિતી આપી હતી.