તાપી જિલ્લાનો ઉકાઈ ડેમ 90 ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો.દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમ શનિવારે 9 કલાકે હાઈ એલર્ટ પર પહોંચ્યો હતો.જ્યારે ઉકાઈ ડેમની સપાટી 340.82 ફૂટ પર પોહચતા ડેમ 90 ટકા ભરાઈ જતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી.હાલ ડેમના ઉપરવાસ માંથી 57 હજાર 563 ક્યુસેક પાણી ની આવક થઈ હતી.જ્યારે ડેમ માંથી હાઈડ્રો મારફતે 22 હજાર 640 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...