લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તરણેતર લોકમેળામાં વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયું.ખાખરાળી ચોકડી થી રેલ્વે તરફ તથા સેતુ ગેસ એજન્સી, જકાતનાકાથી નગરપાલિકા તરફ ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ. તેમજ મુખ્ય પ્રવેશ દ્વારથી મેળા તરફ કોઈપણ વાહનની પ્રવેશબંધી. તેમજ તરણેતર મંદિરમાં પ્રવેશવાનો દક્ષિણ તરફનો દ્વાર પુરુષો માટે તેમજ પૂર્વ તરફનો દ્વાર સ્ત્રીઓ માટે રાખવામાં આવ્યો છે.