અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સાણંદના ગોધાવી ગામમાં ડ્રગ્સ પકડી પાડ્યો.. બુધવારે 3 વાગ્યાની આસપાસ મુનીબાપુ તરફ જવાના રોડ પર શિવકૃપા પાન પાર્લરની બાજુમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો.પકડાયેલા આરોપીની ઓળખ અજયસિંહ વાઘેલા તરીકે થઈ છે. પોલીસે 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.