જુનાગઢ ના વંથલી શહેર ખાતે આજરોજ પોષણ ઉત્સવ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. કાર્યકર બહેનો દ્વારા ટી.એચ.આર અને મિલેટ માંથી બનાવેલ વાનગીઓનું નિર્દશન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ માં વંથલી નગરપાલિકાના સદસ્યો,ICDS વિભાગના બાળ વિકાસ યોજના અધિકારી પ્રવિણાબેન ખીમસુરીયા તથા લાભાર્થીઓ કાર્યકર તથા તેડાગર બહેનો એ હાજરી આપી હતી. વાનગી સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવેલ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા